વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૧૦

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૧૦

ગણિતના વિડીયો જોવા માટે અહીં        ક્લિક        કરો.

ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા      ક્લિક         કરો. 

1 . ગરમ તેમજ સૂકી દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે . શા માટે ? 
જવાબ : - કારણ કે ગરમ તેમજ સૂકા દિવસોમાં તાપમાન ઊચું હોય છે અને ભેજનું પ્રમાણ ઓછું હોય છે . - ત્યારે કુલર વાતાવરણમાં ભેજ વધારતું હોવાથી ઠંડક આપે છે .



2 . ઉનાળામાં માટલાં ( ઘડા ) નું પાણી શા માટે ઠંડું હોય છે ? 

જવાબ : - કારણ કે માટલાની સપાટી પરથી પાણી સતત બાષ્પીભવન થતું હોવાથી અંદર રહેલા પાણીનું તાપમાન વધતું નથી .



3. એસીટોન પેટ્રોલ અત્તર સ્પિરિટ આપણી હથેળી પર , મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે ? 

જવાબ : - આ બધા પ્રવાહીનું ઉત્કલનબિંદુ ઓછું હોવાથી જ્યારે તેને હથેળી પર મૂકવામાં આવે ત્યારે તે હથેળી અને આસપાસની ઊર્જા મેળવીને બાષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે.જેથી હથેળીમાં ઠંડક અનુભવાય છે .

4 . કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબી ( પ્લેટ ) માં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ . શા માટે ? 

જવાબ : -રકાબીમાં કાઢેલા ચા કે દૂધને બાષ્પીભવન માટે વધારે ક્ષેત્રફળ મળતું હોવાથી તેનું તાપમન ઝડપથી ઓછું થઈ જાય છે અને પી શકાય છે .

ગણિતના વિડીયો જોવા માટે અહીં        ક્લિક        કરો.

ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા      ક્લિક         કરો. 


5 . ઉનાળામાં આપણે કેવા પ્રકારનાં કપડાં પહેરવા જોઈએ ? 
જવાબ:-
શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં ( ગરમીના દિવસો ) આપણને વધુ પરસેવો થાય છે , જેનાથી આપણને ઠંડક ( શીતળતા ) મળે છે . જેમકે , આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસથી ( ચોપાસ ) ઊર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે . બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્માઊર્જાનું આપણા ઉમા શરીરમાંથી શોષણ થાય છે . જેથી આપણે શરીરને ઠંડક મળે છે . જો કે સુતરાઉ કપડાંમાં પાણીનું અવશોષણ વધુ થાય છે , તેથી આપણને થતો પ ૨ સેવો તેમાં અવશોષિત થઈ વાતાવરણમાં આસાનીથી બાષ્પીભવન પામે છે.

ગણિતના વિડીયો જોવા માટે અહીં        ક્લિક        કરો.

ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા      ક્લિક         કરો. 

Comments

Post a Comment

Popular posts from this blog

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 6

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 3