ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામ બાદ હવે ગુણ ચકાસણી/ અવલોકન તથા OMR શીટની નકલ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે.....
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામ બાદ હવે ગુણ ચકાસણી/ અવલોકન તથા OMR શીટની નકલ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે..
નિયત ફોર્મ સાથે બોર્ડની વેબસાઈટ gseb.org / sci.gseb.org પર 26 મે બપોરે 12 વાગ્યાથી 8 જૂન સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરની યાદી જણાવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહની માર્ચ -૨૦૨૦ માં યોજાયેલ પરીક્ષાનું પરિણામ તા .૧૭ / ૦૫ / ૨૦૨૦ ના રોજ જાહેર કરવામાં આવેલ .
પરિણામ બાદ ગુણ ચકાસણી / અવલોકન તથા OMR SHEET ની નકલ મેળવવા માટેની અરજી નિયત ફી સાથે બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા sci.gseb.org ઉપર ઓનલાઈન તા .૨૬ / ૦ પ / ર ૦૨૦ ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકથી તા .૦૮ / ૦૬ / ૨૦૨૦ ના રોજ ૧૭.૦૦ કલાક સુધી કરી શકાશે . ઓનલાઈન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વિકારવામાં આવશે નહી .
વધુમાં COVID - 19 ની પરિસ્થિતિને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા ઉત્તરવહી અવલોકન માટે ગાંધીનગરના બદલે અરજીઓની સંખ્યા ધ્યાને લઈ રાજ્યમાં વિવિધ ઝોન પાડીને ઝોન વાર જે તે સમયની પરિસ્થિતિને ધ્યાને લઈ જરુરિયાત મુજબ વિકેન્દ્રીકરણ કરીને ઉત્તરવહી અવલોકન માટેની વ્યવસ્થા કરવામાં આવશે . જેની વિદ્યાર્થીઓ / વાલીઓ અને શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવી .
Very helpful
ReplyDeleteThanks please share with others....
Delete