વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 3

1. નીચેના પૈકી ક્યાં દ્રવ્યો છે ? ખુરશી , હવા , પ્રેમ , સુગંધ , ધિક્કાર , બદામ , વિચાર , ઠંડી , ઠંડું પીણું , અત્તરની સુગંધ 

જવાબ : - ખુરશી , હવા , બદામ , ઠંડું પીણું , અતરની સુગંધ 

2. નીચેનાં અવલોકનો માટેનાં કારણો આપો : ગરમ ખોરાકની સોડમ ( વાસ ) થોડા મીટર દૂર સુધી પણ આવે છે . જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ ( વાસ ) લેવા માટે તેની વધુ નજીક જવું પડે છે . 

જવાબ : - કારણ કે તાપમાનમાં વધારો થતાં વાયુરૂપ સુગંધ વધારે દૂર સુધી પ્રસરે છે .

3. તરવૈયો સ્વીમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે . અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે ? 

જવાબ : - તરવૈયા સ્વીમિંગ પુલમાં પાણીને કાપી શકે છે કારણ કે પાણીના દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળનો ગુણધર્મો જોવા મળે છે.

4 . દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે ? 

જવાબ : 
1.દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો ( અવકાશ ) રહેલાં હોય છે . 
2.દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે . 
3.દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે . 

ગણિતના વિડીયો જોવા માટે અહીં        ક્લિક        કરો.

ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા      ક્લિક         કરો. 

Comments

Post a Comment

Popular posts from this blog

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૧૦

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 6