ધોરણ 9 વિજ્ઞાન આપણી આસપાસમાં દ્રવ્ય સ્વાધ્યાય (Exercise) STANDARD 9 CHAPTER 1 EXERCISE PAGE NO. 12 NCERY GUJARAT BOARD
આપણી આસપાસમાં દ્રવ્ય
સ્વાધ્યાય ( Exercises )
ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો.
1. નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો :
( a ) 293 K ( b ) 470 K
જવાબ :
તાપમાનને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવાનું સૂત્ર ° C = K - 273
a) ° C = K -273
K = 293 K
° C = 293 - 273 = 20 ° C
b ) ° C = K -273
K = 470 K
° C = 470 - 273 = 197 ° C
2. નીચે દર્શાવેલ તાપમાનોને કૅલ્વિન માપક્રમમાં ફેરવો :
( a ) 25 ° C
જવાબ :
તાપમાનને કેલ્વિનમાં ફેરવવાનું સૂત્ર K = C + 273
a ) K = ° C + 273
° C = 25 ° C
K = 25 + 273 = 298 K
b ) K = ° C + 273
° C = 373 ° C
K = 373 +273 = 646 K
3. નીચે દર્શાવેલ અવલોકનો માટેના કારણ દર્શાવો :
( a ) નેપ્થેલિનની ગોળી ( ડામરની ગોળી ) સમય જતાં કોઈ પણ ઘન અવશેષ ( Residue ) છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે .
જવાબ : નેપ્થેલીનની ગોળી ઊધ્વપાતી પદાર્થ છે જેથી તેનું તાપમાન વધતાં તેનું ઘનમાંથી સીધે સીધું વાયુમાં રૂપાંતર થઈ જાય છે .
( b ) આપણને અત્તરની સુગંધ ( સુવાસ ) ઘણા લાંબા અંતર સુધી આવે છે .
જવાબ- અત્તર અતિબાષ્પશીલ પ્રવાહી છે જેથી તેના કણો બહુ જ ઝડપથી વાતાવરણમાં ફેલાઈ જાય છે જેથી તેની સુગંધ લાંબા અંતર સૂધી આવે છે .
4. નીચે દર્શાવેલા પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોક્વો : પાણી , ખાંડ , ઑક્સિજન
જવાબ : ઓક્સિજન > પાણી > ખાંડ
5. નીચે દર્શાવેલા તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે ?
( a ) 25 ° C
( b ) 0 ° C
( c ) 100 ° C
જવાબ :
( a ) 25 ° C = પ્રવાહી અવસ્થા ( પાણી )
( b ) 0 ° C = ધન અવસ્થા ( બરફ )
( c ) 100° C = વાયુ અવસ્થા ( વરાળ )
6. નીચેનાંની સત્યતા ચકાસવા માટે કારણ આપો :
( a ) પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે .
જવાબ : કારણ કે પાણી ઓરડાના તાપમાને વહી શકે છે અને તેના કણો વચ્ચેનું આકર્ષણબળ ઓછું હોવાથી તે પ્રવાહી સ્વરૂપે હોય છે .
( b ) લોખંડની તિજોરી ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે .
જવાબ : કારણ કે તિજોરી ઓરડાના તાપમાને ચોક્કસ કદ અને આકાર ધરાવે છે તથા તેના કણો વચ્ચે આકર્ષણબળ વધુ હોય છે તેથી તે ઘન સ્વરૂપમાં હોય છે .
7. 273 K તાપમાને બરફ તે જ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે . શા માટે ?
જવાબ : 273 K તાપમાન એટલે કે 0° C તાપમાને બરફ ઘન સ્વરૂપ અને પાણી પ્રવાહી સ્વરૂપે રહેલું હોય છે જેમાં બરફ પાસે ઓછી ઊર્જા રહેલી હોવાથી તે વધારે ઠંડક આપે છે જ્યારે પાણી પાસે વધારે ઊર્જા હોવાથી ઓછી ઠંડક આપે છે .
8. ઉકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા કોનામાં વધુ માલૂમ પડે છે ?
જવાબ : વરાળ પાસે ઉકળતા પાણી કરતાં વધારે ઊર્જા રહેલી હોવાથી વરાળ દઝાડવાની વધુ ક્ષમતા રાખે છે .
ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે અહીંયા ક્લિક કરો.
V.good man
ReplyDeleteMcontbuparyu Alex Friedrich https://marketplace.visualstudio.com/items?itemName=6nauexinbi.Stitched-gratuita
ReplyDeletemukelasni
0tetiWria_eNorman Billy Martin https://www.trainingforlove.com/profile/dayseandayseankamaha/profile
ReplyDeleteriledmondka