વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 6

 1 . પદાર્થના પ્રતિ એકમ કદના દળને તેની ઘનતા કહે છે . (ઘનતા = દળ / કદ) . 
નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો : હવા , ચીમનીમાંથી નીકળતો ધુમાડો , મધ , પાણી , ચૉક , રૂ અને લોખંડ 

જવાબ : હવા <ચીમનીમાંથી નીકળતો ધુમાડો < રૂ <પાણી <મધ < ચોક <લોખંડ

ગણિતના વિડીયો જોવા માટે અહીં        ક્લિક        કરો.

ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા      ક્લિક         કરો.


2 . ( a ) પદાર્થની ભિન્ન અવસ્થાઓના ગુણધર્મોમાં જોવા મળતો ફેરફાર કોષ્ટક રૂપે દર્શાવો .

( b ) નીચે દર્શાવેલા માટે યોગ્ય નોંધ કરો : સખતાઈ ( Rigidity ) , સંકોચનીયતા ( Compressihility ) , તરલતા ( Fluidity ) , પાત્રમાં વાયુને ભરવો , આકાર , ગતિજ ઊર્જા ( Kinetic Energy ) તેમજ ઘનતા . 

જવાબ : 
સખતાઈ : - કોઈ પદાર્થ પર બળ લગાડતા પોતાનો મૂળ આકાર જાળવી રાખવામાં ગુણધર્મને સખતાઈ કહે છે .

સંકોચનીયતા : - કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડતા પોતાનો આકાર બદલવાનાં ગુણધર્મને સંકોચનીયતા કહે છે . 

તરલતા : - કોઈ પણ પદાર્થની વહન પામવાની ક્ષમતાને તે પદાર્થની તરલતા કહે છે . 

ગતિજ ઉર્જા : - પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી ઉર્જાને અથવા ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતાને ગતિજ ઉર્જા કહે છે .

ગણિતના વિડીયો જોવા માટે અહીં        ક્લિક        કરો.

ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા      ક્લિક         કરો.


3 . કારણો દર્શાવો : 

( a ) વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને તે પૂરેપૂરી રીતે ભરી દે છે . 

જવાબ : વાયુના દ્રવ્યના કણો વચ્ચે નિર્બળ ( ઓછું ) આંતરઆણ્વીય હોય - વાયુના દ્રવ્યના કણોમાં મહતમ ગતિજ ઊર્જા રહેલી હોય છે .
જેથી વાયુને જે પાત્રમાં રાખવામાં આવે તે સમગ્ર પાત્રને તે પૂરેપૂરી રીતે ભરી દે છે . 

( b ) વાયુ એ પાત્રની દીવાલો પર દબાણ ઉત્પન્ન કરે છે.

જવાબ : - વાયુના દ્રવ્યના કણો અસ્તવ્યસ્ત ગતિ કરતાં હોય છે , તે દરમિયાન તે પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે અને દબાણ ઉત્પન્ન કરે છે .

( c ) લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે . 

જવાબ : - લાકડાના ટેબલને ચોક્કસ દળ , વજન અને આકાર હોય છે .

( d ) આપણે આસાનીથી આપણો હાથ હવામાં ફેરવી શકીએ છીએ , પરંતુ એક લાકડાના ટુકડામાં આ જ રીતે હાથ ફેરવવા માટે આપણે કરાટેની રમતમાં ચેમ્પિયન થવું પડશે . 

જવાબ : - હવાના કણો વચ્ચેનું આકર્ષણબળ નહિવત છે અને ઘન પદાર્થના ( લાકડાના ટુકડામાં ) તે વધારે હોય છે માટે તેમાં હાથ ફેરવવા માટે રમતમાં ચેમ્પિયન થવું પડશે .

ગણિતના વિડીયો જોવા માટે અહીં        ક્લિક        કરો.

ધોરણ 9 વિજ્ઞાન વિષયના YOUTUBE વિડીયો જોવા માટે  અહીંયા      ક્લિક         કરો. 


Comments

Post a Comment

Popular posts from this blog

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૧૦

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 3