અંતરિક્ષમાં પહેલી વખત પદાર્થની પાંચમી અવસ્થાના (BEC) પુરાવા મળ્યા, 100 વર્ષ પહેલા ભારતીય વૈજ્ઞાનિક બોઝ અને આઇન્સ્ટાઇને ભવિષ્યવાણી કરી હતી

  • આતંરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં પ્રયોગ કરાયો, શોધને નેચર જર્નલમાં પ્રકાશિત કરાઈ
  • આનાથી બ્રહ્માંડની રચના અને અંતરિક્ષના ઘણા રહસ્યોના જવાબ શોધવામાં મદદ મળી શકે છે

વૈજ્ઞાનિકોને પહેલી વખત અંતરિક્ષમાં પદાર્થની પાંચમી અવસ્થાના પુરાવા મળ્યા છે. તેમનું માનવું છે કે આના દ્વારા બ્રહ્માંડના પ્રશ્નોનો પણ ઉકેલ લાવી શકાય છે અને અને તેની મુશ્કેલીઓ વિશે પણ જાણી શકાય છે. ભારતીય વૈજ્ઞાનિક સત્યેન્દ્ર નાથ બોઝ અને આલ્બર્ટ આઇન્સ્ટાઇને પદાર્થની આ સ્થિતિ વિશે 100 વર્ષ પહેલા 1920માં જણાવ્યું હતું. એટલા માટે તે બોઝ-આઈન્સ્ટાઈન કન્ડેનસેટ્સ (BEC) પણ કહેવાય છે. આ પ્રયોગ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન(ISS)માં કરવામાં આવ્યો છે.

ક્યારે બને છે પદાર્થની પાંચમી સ્થિતિ?
પદાર્થની આ સ્થિતિ ત્યારે બને છે, જ્યારે કોઈ તત્વના પરમાણુઓને પરમ શૂન્ય(ઝીરો ડિગ્રી કેલ્વિન અથવા માઈનસ 273.15 ડિગ્રી સેલ્સિયસ) સુધી ઠંડુ કરવામાં આવે છે. જેના કારણે એ પદાર્થના બધા પરમાણુ મળીને એક થઈ જાય છે એટલે કે સુપર એટમ બની જાય છે. આને જ પદાર્થની પાંચમી અવસ્થા કહેવાય છે. કોઈ પણ પદાર્થમાં તેના પરમાણુ અલગ અલગ ગતિ કરે છે, પરંતુ પદાર્થની પાંચમી સ્થિતિમાં એક જ મોટો પરમાણુ હોય છે જેમાં તરંગો હોય છે.

BECનો ધરતી પર અભ્યાસ અશક્ય
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, BEC એકદમ સંવેદનશીલ છે. જો તેની અવસ્થા સાથે થોડા પણ ચેડા કરવામાં આવે તો તે ગરમ થઈ શકે છે કારણ કે તે હંમેશા પરમ શૂન્ય તાપમાનમાં હોય છે. થોડુંક પણ ગરમ થાય તો પદાર્થની પાંચમી અવસ્થા ખતમ થઈ જશે. આ જ કારણે પૃથ્વી તેનો અભ્યાસ કરવો અશક્ય છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે BECમાં અંતરિક્ષની રહસ્યમય ડાર્ક એનર્જી વિશેની માહિતી છુપાયેલી છે. વૈજ્ઞાનિક બ્રહ્માંડના ફેલાવા પાછળ આ ડાર્ક એનર્જીને જ કારણ માને છે. આ રિસર્ચને નેચર જર્નલમાં પ્રકાશિત કરાઈ હતી.

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રયોગ કરાયો
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે,ISSમાં પદાર્થની પાંચમી અવસ્થા બનવી કોઈ સરળ કામ નથી. પહેલા બોસોનને(એવા પરમાણુ, જેમાં પ્રોટોન અને ઈલેક્ટ્રોન એક સરખા હોય)લેઝર ટેકનીકથી પરમ શૂન્ય તાપમાન સુધી ઠંડુ કરવામાં આવે છે. જેમ જેમ પરમાણુઓની ગતિ ધીમી થાય છે, તે ઠંડા થવા લાગે છે. વૈજ્ઞાનિકોએ રૂબીડિયમ ધાતુથી BEC બનાવ્યું છે.

Comments

Popular posts from this blog

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૧૦

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 6

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 3