રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ જાહેર, બોર્ડની બૂકલેટ માટે

રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું  76.29 ટકા પરિણામ જાહેર, બોર્ડની બૂકલેટ માટે 

ધોરણ 12 કોમર્સનું 76.29% પરિણામ જાહેર, સૌથી વધુ પાટણ જિલ્લાનું 86.67 ટકા, જ્યારે સૌથી ઓછું જુનાગઢનું 58.26 ટકા પરિણામ


  • સુરત શહેરમાં A1 ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ જ્યારે અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડમાં પાસ થયા
  • ધો. 10 અને ધો. 12 સાયન્સનું ઘટ્યું પણ ધો.12 કોમર્સનું પરિણામ 3 ટકા વધ્યું
  • ત્રણેય રિઝલ્ટમાં સુરતના વિદ્યાર્થીઓ જ આખા રાજ્યમાં ટોપ પર રહ્યા છે
બોર્ડની બૂકલેટ ડાઉનલોડ કરવા        અહીંયા ક્લિક          કરો.


રાજ્યમાં ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ જુનાગઢનું 58.26 ટકા આવ્યું છે. સુરત શહેરમાં A1 ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સુરતમાં 186 જ્યારે રાજકોટમાં 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડમાં પાસ થયા છે.

ગત વર્ષ કરતા 3 ટકા પરિણામ વધુ
ધો. 10 અને ધો. 12 સાયન્સનું ઘટ્યું પણ ધો.12 કોમર્સનું પરિણામ 3 ટકા વધ્યું છે. જ્યારે આ વર્ષે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પરીક્ષામાં 82.20 ટકા વિદ્યાર્થીનીઓ અને 70.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષ કરતા 3 ટકા પરિણામ વધુ આવ્યું છે. 2019માં 73.27% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે 76.29% પરિણામ જાહેર થયું છે.બીજીતરફ ત્રણેય રિઝલ્ટમાં સુરતના વિદ્યાર્થીઓ જ આખા રાજ્યમાં ટોપ પર રહ્યા છે.

અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
તાજેતરમાં ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ- 2020ની પરીક્ષા માટે 5.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ ઓનલાઇન રિઝલ્ટ બોર્ડની વેબસાઇટ પર જોઇ શકશે. બોર્ડે રિઝલ્ટ ઓનલાઇન સમય સવારના 8 વાગ્યાનો જાહેર કર્યો છે. રેગ્યુલર 3.74 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા હતા, જ્યારે કે 79 હજાર વિદ્યાર્થીઓ રીપિટર તરીકે રજિસ્ટર્ડ થયા હતા.માર્ચ- 2020ની પરીક્ષા માટે સૌથી વધુ 52 હજાર વિદ્યાર્થીઓ સુરત જિલ્લામાંથી રજિસ્ટર્ડ થયા હતા. જ્યારે કે અમદાવાદ શહેરમાંથી 36 હજાર અને ગ્રામ્યમાંથી25 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયા હતા. આ વર્ષે કોરોના મહામારીને કારણે પરિણામ મોડું જાહેર કરવામાં આવ્યું છે.


Comments

Popular posts from this blog

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાના નં .૧૦

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 6

વિજ્ઞાન ધોરણ ૯ પાઠ ૧ IN TEXT ( પાઠમાં વચ્ચે આવતા ) પ્રશ્નો પાનાં નં 3