રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.29 ટકા પરિણામ જાહેર, બોર્ડની બૂકલેટ માટે ધોરણ 12 કોમર્સનું 76.29% પરિણામ જાહેર, સૌથી વધુ પાટણ જિલ્લાનું 86.67 ટકા, જ્યારે સૌથી ઓછું જુનાગઢનું 58.26 ટકા પરિણામ સુરત શહેરમાં A1 ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ જ્યારે અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડમાં પાસ થયા ધો. 10 અને ધો. 12 સાયન્સનું ઘટ્યું પણ ધો.12 કોમર્સનું પરિણામ 3 ટકા વધ્યું ત્રણેય રિઝલ્ટમાં સુરતના વિદ્યાર્થીઓ જ આખા રાજ્યમાં ટોપ પર રહ્યા છે બોર્ડની બૂકલેટ ડાઉનલોડ કરવા અહીંયા ક્લિક કરો. રાજ્યમાં ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ જુનાગઢનું 58.26 ટકા આવ્યું છે. સુરત શહેરમાં A1 ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સુરતમાં 186 જ્યારે રાજકોટમાં 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડમાં પાસ થયા છે. ગ...